એકતા કોલએ સુમિત વ્યાસ સાથે સગાઇ કરી

એકતા કોલએ સુમિત વ્યાસ સાથે સગાઇ કરી

સુમિત વ્યાસ ટીવી સિરિયલ વો રહેને વાલી મહેલો કી, કોમેડી નાઇટ્સ બચાઓ, ચંદ્રગુપ્ત મોર્ય સહિતના શોમાં કામ કરી ચુકયો છે. છેલ્લે તે વીરે દી વેડીંગમાં કરીના કપૂરના પતિના રોલમાં જોવા મળ્યો હતો. આ અભિનેતાએ ટીવી અભિનેત્રી એકતા કોલ સાથે  સગાઇ કરી  લીધી છે અને 15મી સપ્ટેમ્બરે લગ્ન કરવાનો છે. સુમિતે કહ્યું હતું કે એકતા ખુબ જ સુંદર છે, મેં કેટલાક દિવસો પહેલા એકતા સમક્ષ  લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો અને એ ના પાડે એ પહેલા જ મેં તેને અંગુઠી પહેરાવી દીધી હતી. તેને રીંગ ખુબ પસંદ પડી હતી. મારો પરિવાર એકતાને ખુબ પસંદ કરે છે. અમે પણ તેના પરિવારને મળવા જમ્મુ ગયા હતાં. અમે કાશ્મીરી રીતરસમથી લગ્ન કરીશું. એકતા પણ  આ સગાઇથી ખુબ જ ખુશ છે.