‘સ્ત્રી’એ 60 કરોડથી વધુનુ કલેક્શન કર્યુ

‘સ્ત્રી’એ 60 કરોડથી વધુનુ કલેક્શન કર્યુ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ સ્ત્રીએ બોક્સઓફિસ પર અત્યાર સુધીમાં આ ફિલ્મે 60 કરોડથી વધુ આવક નોંધાવી હોવાનું ટ્રેડ એક્સપર્સે જણાવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે અને ફિલ્મ ગયા શુક્રવારે રજૂ થઇ હતી. સાત દિવસમાં 60 કરોડની આવક કરી હોવાની માનવામાં આવે છે. આ ફિલ્મની સાથોસાથ રજૂ થયેલી ધર્મેન્દ્ર અને એના પુત્રોની ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સે બેાક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. સ્ત્રી રજૂ થઇ ત્યારે ઘણાએ એવી શંકા વ્યક્ત કરી હતી કે હોરર કોમેડી પ્રકારની આ ફિલ્મ એકાદ સપ્તાહથી વધુ ચાલશે ખરી કે ? કેટલાક લોકોએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે બોલિવૂડમાં આ જોનરની ફિલ્મો સામાન્ય રીતે બનતી નથી અને બને તો ચાલતી નથી. ે