બોની કપૂર ફિલ્મ ‘પિંક’ની તમિલ રીમેક બનાવશે

બોની કપૂર ફિલ્મ ‘પિંક’ની તમિલ રીમેક બનાવશે

બે વર્ષ અગાઉ રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'પિંક'ની તમિલ રિમેક બનાવવા જઇ રહ્યા છે. જેનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. બોની કપૂર આ રિમેક બનાવી રહ્યા છે. આ તમિલ ઇન્ડસ્ટ્રીમાં તેની પેહલી ફિલ્મ છે. આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં અજિત કુમાર લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મ આવતા વર્ષે 1 માર્ચે રિલીઝ થશે. બોનીએ આ વિશે એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું કે, અજિત તેના પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં કામ કરે તેવી ઇચ્છા શ્રીદેવીએ વ્યક્ત કરી હતી.