બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ 2.0 નું ટ્રીઝર લોન્ચ થયુ.

બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ 2.0 નું ટ્રીઝર લોન્ચ થયુ.

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની મચ અવેટેડ ફિલ્મ ‘2.0’નું ટીઝર લોન્ચ થયું છે. 1.30 મિનિટના ટીઝરનો દરેક સીન જોઇને ફિલ્મમાં કરેલી મહેનત નજરે ચઢે છે. આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી માનવામાં આવી રહી છે. ‘2.0’થી અક્ષય કુમાર સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય નેગેટિલ રોલમાં જોવા મળશે. અક્ષય ડોક્ટર રિચર્ડ એટલે કે ક્રાઉ મેનની ભૂમિકામાં જોવા મળશે. રોબોટ ચિટ્ટી ‘2.0’માં પરત ફરશે. આ ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થશે. અક્ષય કુમારે ગણેશ ચતુર્થીના દિવસે ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. ટીઝર શેર કરતાં અક્ષયે લખ્યું કે, “ગણેશ ચતુર્થીના પ્રસંગે ભારતની સૌથી મોટી ફિલ્મના શ્રીગણેશ કરું છું.