બાહુબલીની શિવગામીનો બોલ્ડ અંદાજ

બાહુબલીની શિવગામીનો બોલ્ડ અંદાજ

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો એ સવાલનો જવાબ શોધવામાં વ્યસ્ત છે. ત્યારે અમે અહીં ફિલ્મના અન્ય એક ઇન્ટરેસ્ટિંગ અને સ્ટ્રોંગ કેરેક્ટર વિશે વાત કરવા માંગીએ છે, એ છે શિવગામી. ફિલ્મમાં શિવગામીનું પાત્ર અત્યંત જાજરમાન અને ગૌરવવંતી રાજમાતાનું છે

રમ્યાએ ઘણી ઓછી હિંદી ફિલ્મો કરી છે, પરંતુ તેણે બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર સાથે કામ કર્યું છે. જેમ કે, ડેવિડ ધવન, મહેશ ભટ્ટ, યશ ચોપરા, સુભાષ ઘાઇ, ફિરોઝ ખાન વગેરે. જો કે, બોલિવૂડની મોટા ભાગની ફિલ્મોમાં તે સાઇડના રોલમાં જ જોવા મળી છે.

રમ્યાએ માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેની પ્રથમ ફિલ્મ મલયાલમ ભાષામાં હતી, જો કે કોઇક કારણસર ફિલ્મ એક વર્ષ મોડી રિલીઝ થઇ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની પ્રથમ રિલીઝ હતી તમિલ ફિલ્મ વેલ્લાઇ મનસુ, જે વર્ષ 1985માં આવી હતી.