આઝમખાને મારા પર એસિડ એટેક કરાવવાનો પ્રયત્ન કર્યો હતોઃ જયાપ્રદા

આઝમખાને મારા પર એસિડ એટેક કરાવવાનો પ્રયત્ન કર્યો હતોઃ જયાપ્રદા

ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાએ મુબંઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સનસનીખેજ આરોપ મુકતા કહ્યુ છે કે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને મારા પર એસિડ એટેક કરાવવાની કોશિશ કરી હતી. જયાપ્રધાએ કહ્યુ હતુ કે હું અમરસિહંને મારા ગોડફાધર માનુ છું.હું તેમને રાખડી પણ બાંધી દઈશ તો પણ લોકો મારા અને અમરસિંહના સબંધો અંગે વાતો કરવાનુ બંધ નહી કરે.

જયપ્રદાએ કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટીમાંથી મને હાંકી કાઢવામાં આવ્યા બાદ મેં અને અમરસિંહે રાષ્ટ્રીય લોકમંચ નામની પાર્ટી બનાવી હતી.તે વખતે આઝમ ખાને મારા પર એસિડ એટેક કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.તે વખતે મારા જીવને જોખમ હતુ.જ્યારે પણ હું ઘરેથી બહાર નિકળતી ત્યારે મને બીક લાગતી હતી કે હું ઘરે જીવતી પાછી ફરીશ કે કેમ?મારા સમર્થનમાં તે વખતે એક પણ નેતા ઉભો રહ્યો નહોતો.મુલાયમસિંહે મને એક પણ વખત ફોન કર્યો નહોતો.

જયાપ્રદાએ કહ્યુ હતુ કે મારા ફોટોગ્રાફને છેડછાડ કરીને સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવ્યા હતા.તે વખતે મને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો.અમરસિંહ તે વખતે ડાયાલિસીસ પર હતા.હું રડી રહી હતી અને વિચારી રહી હતી કે મારે હવે જીવવુ નથી.ડાયાલિસીસથી પાછા ફર્યા બાદ માત્ર અમરસિંહ મારી સાથે ઉભા રહ્યા હતા. જયાપ્રદાએ કહ્યુ હતુ કે પુરુષપ્રધાન સમાજમાં એક મહિલા માટે નેતા બનવુ એ બહુ મોટો પડકાર છે.