આયેશા ઝુલ્કાની બોલિવુડમાં રિએન્ટ્રી

આયેશા ઝુલ્કાની બોલિવુડમાં રિએન્ટ્રી

બોલીવૂડમાં એક સમયે ખુબ નામના બનાવી ચુકેલી અભિનેત્રી આયેશા ઝુલ્કા ફરીથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મારી રહી છે. ગદ્દર ફિલ્મ  ફેઇમ અનિલ શર્માની એક ફિલ્મમાં આયેશા જોવા મળશે. તાજેતરમાં તે એક શોર્ટ ફિલ્મના સ્ક્રિનીંગ માટે પહોંચી હતી. આયેશા અલગ જ લૂકમાં જોવા મળી  હતી. કાળા રંગના  આઉટફીટમાં તે ખુબ જ સ્ટાઇલીશ જોવા મળી હતી. તેણે સોશિયલ મિડીયા પર પણ આ તસ્વીરો  પોસ્ટ કરી છે. આયેશાએ કારકિર્દી દરમિયાન અક્ષય કુમાર સાથે જોડી જમાવી હતી.