આયુષ્માનની અપકમિંગ ફિલ્મ ‘બધાઈ હો’નું નવુ પોસ્ટર રિલિઝ

આયુષ્માનની અપકમિંગ ફિલ્મ ‘બધાઈ હો’નું નવુ પોસ્ટર રિલિઝ

સિંગર અને અભિનેતા આયુષમાન ખુરાના અને દંગલ ફેમ સાન્યા મલ્હોત્રાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ બધાઇ હોનું પહેલું પોસ્ટર તાજેતરમાં રિલિઝ થયું હતું. આયુષમાને પોતે આ પોસ્ટર રિલિઝ કર્યું હતું. સોશ્યલ મિડિયા પર આ પોસ્ટર રિલિઝ કરતાં આયુષમાને લખ્યું, 'બધાઇ હો...ખુશ ખબરી હૈ... તમે શું માનો છો દોસ્તો ? સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા, ગજરાજ રાવ, બધાઇ હો ફિલ્મ,. જંગલી પિક્ચર્સ, અને 'સાન્યાએ પણ પોતાના ઓફિસિયલ ટ્વીટર પર આ પોસ્ટર રજૂ કરતાં પોતાના પાત્રની ઝલક વ્યક્ત કરી હતી. આયુષમાન અને સાન્યા આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે. અગાઉ આયુષમાનના ભાઇ અપારશક્તિ ખુરાના સાથે સાન્યા દંગલમાં ચમકી ચૂકી છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને ગજરાજ રાવ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.