ફિલ્મ હેલિકોપ્ટર ઈલાના ટ્રેલરને લઈને અજય દેવગણે માફી માંગી

ફિલ્મ હેલિકોપ્ટર ઈલાના ટ્રેલરને લઈને અજય દેવગણે માફી માંગી

ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં મુખ્ય ભૂમિકામાં કજોલ જોવા મળશે. કાજોલ અભિનીત આ ફિલ્મનું ટ્રેલર કાજોલના જન્મદિવસે જ રિલીઝ કરી દેવામાં આવ્યુ હતુ. પરંતુ ટ્રેલરમાં એક ભૂલને લઈ ફિલ્મના સહનિર્માતા અજય દેવગણે ટ્વિટ દ્વારા ગીતકાર સ્વાનંદ કિરકિરેની માફી માંગી હતી. હકીકતમાં ફિલ્મના ટ્રેલરમાં ભૂલથી ગીતકારનું નામ નાખવાનું રહી ગયુ હતુ. જેના લીધે ગીતકાર સ્વાનંદ કિરકિરે નારાજગી  વ્યક્ત કરી હતી.