ઐશ્વર્યા રાય બચ્ચનને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’થી સન્માનિત કરાઇ

ઐશ્વર્યા રાય બચ્ચનને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’થી સન્માનિત કરાઇ

અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનું અમેરિકામાં વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવીઝન (WIFT) ઈન્ડિયા એવોર્ડ્સ સમારંભમાં પ્રારંભિક 'મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એકસેલન્સ'થી સન્માનિત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઐશ્વર્યા તેણીની પુત્રી આરાધ્યા અને માતાની સાથે આવી હતી. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યાએ પોતાના એવોર્ડની તસવીરો આજે તેણીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને પોતાનાં પ્રશંસકોનો આભાર માન્યો છે. એક તસવીરમાં ઐશ્વર્યા પોતાનાં હાથમાં ટ્રોફી પકડેલી દેખાય છે. ઐશ્વર્યા ઉપરાંત નિર્માત્રી ઝોયા અખ્તરને વાયલર એવોર્ડ ફોર એકસેલેન્સ ઈન ડાયરેકશન અને ધડક ફિલ્મની અભિનેત્રી જહાન્વી કપૂરને WIFT ઈમેરાલ્ડ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. WIFT સંસ્થા આ એવોર્ડ એવી મહિલાઓને આપે છે જેઓ બોલીવૂડ તથા હોલીવૂડમાં પોતાના અભિનય દ્વારા મનોરંજન ક્ષેત્રમાં મહિલાઓનાં યોગદાનને શોભાવે છે.