તારક મહેતાના નિધનથી સીરિયલના કલાકારોને લાગ્યો આઘાત

તારક મહેતાના નિધનથી સીરિયલના કલાકારોને લાગ્યો આઘાત

 તારક મહેતાના નિધનથી સૌથી વધુ આઘાત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને લાગ્યો છે. અમદાવાદમાં તેમના નિધનથી સીરિયલના કલાકારોમાં શોક વ્યાપ્યો છે. કારણ કે, સીરિયલની શરૂઆતથી જ તમામ કલાકારો તારક મહેતાના પડખે રહ્યા છે. સીરિયલના તમામ ખુશીના પ્રસંગોમાં તારક મહેતા સામેલ રહ્યાં છે. કલાકારો તેમને વારંવાર મળતા અને તેમની સાથે સમય પસાર કરતા. તારક મહેતા જાણે તેમની સીરિયલના જ પાત્ર હોય તેવું તેમને લાગતું હતુ. 

 અસિત મોદી:-
દુખદ ઘટના છે. અમે દુખ અનુભવીએ છીએ. હાસ્ય ક્ષેત્રે એટલુ કામ કર્યું છે કે, ભગવાન તેમના આત્માને હંમેશા હસતા રાખે. તારક મહેતના નિધનના સમાચાર સાંભળ્યાં ત્યારે ઘણો જ આઘાત લાગ્યો. અમે ગયા અઠવાડિયે મળવા પણ જવાના હતાં પરંતુ કેટલાંક કારણોસર જઈ શક્યા નહીં. તેઓ ગયા મહિને જ તારક મહેતાને મળ્યાં હતાં.

સોર્સ સંદેશ ન્યૂઝ