8 વર્ષીય જિયા ઠાકુરે ડાન્સ લિટલ માસ્ટરનો ખિતાબ જીત્યો

8 વર્ષીય જિયા ઠાકુરે ડાન્સ લિટલ માસ્ટરનો ખિતાબ જીત્યો

રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર સિઝન- 4ની વિજેતાની જાહેરાત થઇ ગઇ છે. ડીઆઇડી-4માં હૈદરાબાદની જિયા ઠાકુરે લિટલ માસ્ટરનો ખિતાબ મેળવ્યો છે. રવિવારે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં 8 વર્ષીય જિયાએ 5 હરીફોને ટક્કર આપી ખિતાબ જીત્યો હતો. તેને ટ્રોફી ઉપરાંત 5 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું છે.