વિનોદ ખન્નાનું નિધન

વિનોદ ખન્નાનું નિધન

બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્ના નું ગુરૂવારે નિધન થયું છે. 70 વર્ષીય અભિનેતા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેમણે ગુરૂવારે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટર વિનોદ ખન્ના ગુરૂદાસપુરથી 4 વાર સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1968માં તેમણે બોલિવૂડ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમણે 141 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.