સુરતની નિશિતા પુરોહિત AIIMS માં ભારતમાં પ્રથમ ક્રમે

સુરતની નિશિતા પુરોહિત AIIMS માં ભારતમાં પ્રથમ ક્રમે

AIIMS ગુરુવારે MBBS-2017ની પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર કર્યાં. આ પરીક્ષામાં સુરતની 18 વર્ષીય નિશિતા પુરોહિતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. AIIMS એન્ટ્રન્સ એક્ઝામ ફોર એમબીબીએસ કોર્સ 2017નું આયોજન AIIMS દિલ્હી, પટના, ભોપાલ, ભુવનેશ્વર, ઋષિકેશ અને રાયપુરના મેડિકલ કોર્સમાં એડમિશન માટે કરવામાં આવ્યું હતું.

નેશનલ લેવલની બાસ્કેટ બોલ પ્લેયર નિશિતાએ આ વર્ષે 12 બોર્ડની પરીક્ષામાં 91.4% મેળવ્યા છે. નિશિતાનું કહેવું છે કે તે પોતાના દેખાવથી ખુશ છે. તેને ખાતરી હતી કે તે AIIMSમાં સ્થાન મેળવશે પરંતુ પહેલો રેન્ક હાંસલ કરીને તે અત્યંત ખુશ છે.