10 હજારથી વધુ યુવા છાત્રો-ઇજનેરોને ઇનોવેશન્સ- રિસર્ચની શ્રેષ્ઠતા પૂરવાર કરવાની તક

10 હજારથી વધુ યુવા છાત્રો-ઇજનેરોને ઇનોવેશન્સ- રિસર્ચની શ્રેષ્ઠતા પૂરવાર કરવાની તક

યુવાશકિતના ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી તૈયાર કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુમાં કહ્યું કે યુવાનોના ટેકનીકલ જ્ઞાન, વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશન ચેલેન્જીસના નવા અભિગમો અપનાવ્યા છે. જેના માટે રાજ્યમાં રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડી છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર્ધાઓમાં પોતાના ટેકનીકલ-વૈજ્ઞાનિક જ્ઞાન કૌશલ્યની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાના છે. 

રૂપાણીએ ‘એમ્પાવરીંગ ઇન્ડીયા થ્રુ ઇનોવેશન્સ’ની થીમ સાથે યોજાઇ રહેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન્સ -રિસર્ચથી ‘શેપિંગ એ ન્યુ ઇન્ડીયા’ની સંકલ્પના સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઇઝરાયેલના સહયોગથી સ્ટાર્ટઅપને વેગ આપવા સાથે નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ-ડેવલપમેન્ટને વેગ આપવા ઇનોવેશન ફંડ અંતર્ગત રૂ. પ૦ કરોડનું ફંડ રચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ઇઝરાયેલ વ્યકિત દીઠ સ્ટાર્ટઅપ રેવન્યુમાં આખા વિશ્વમાં ટોપ પર છે ત્યારે ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગથી આઇ-ક્રિયેટ અને સ્ટાર્ટઅપ ઇનોવેસન્શ માટે આ સરકાર યુવાનોના કૌશલ્યને નિખારવા પ્રતિબધ્ધ છે.