વડોદરા: પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓેએ હંગામો કર્યો

વડોદરા: પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓેએ હંગામો કર્યો

રાજ્યભરમાં કૃષિ યુનિવર્સિટીની માન્યતા મામલે વિદ્યાર્થીઓ ઠેર-ઠેર આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની માન્યતા મામલે હંગામો કર્યો હતો. સમગ્ર રાજ્યમાં B. Sc એગ્રીકલ્ચરના કોર્સ ભણાવવા માટે કેટલીક ખાનગી યુનિવર્સિટી દ્વારા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સની માન્યતા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા માત્ર ગુજરાતની ચાર જ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટીને આપવામાં આવ્યો છે. જ્યારે આ કોર્સ રાજયની કેટલીક ખાનગી યુનિવર્સિટીએ પણ શરૂ કરી દીધો છે. જેમાં વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં પણ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે કોર્સની માન્યતાને લઈને સર્જાયેલા વિવાદ બાદ એડમિશન લેનાર વિદ્યાર્થીઓએ પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પારુલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરેલ એગ્રીકલચરના કોર્સમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 4 વર્ષના કોર્સમાં કુલ 2.50 લાખ જેટલી ફી વસુલવામાં આવે છે.