સુરતના ક્રિપ્ટો કરન્સીના કૌભાંડોના મામલે ઇન્કમટેક્સ વિભાગનું ભેદી મૌન

સુરતના ક્રિપ્ટો કરન્સીના કૌભાંડોના મામલે ઇન્કમટેક્સ વિભાગનું ભેદી મૌન

સુરતમાં નોટબંધીના ગાળામાં ક્રિપ્ટો કરન્સીમાં કરોડો રૂપિયાના નાણાં રોકાણ કરાવીને એકથી વધુ ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ, ઈડી જેવી રેવન્યુ એજન્સીની તપાસ છતાં સુરતમાં અંદાજે ૨ હજાર કરોડથી પણ વધુ ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે સુરત ઇન્કમટેક્સ વિભાગનું ભેદી મૌન સુચક બની રહ્યું છે.

અમદાવાદ ઈન્કમ ટેક્સના ઈન્વેસ્ટીગેશન ડીજી અમિત જૈને ઈન્કમ ટેક્સ વિભાગની પારદર્શિતા સાથે મલ્ટી રેવન્યુ એજન્સી ગુ્રપ સાથે સંકલન સાધીને બેનામી આવક ધરાવતા તત્વો પર ત્રાટકવાનો ગઈકાલે સુર વ્યક્ત કર્યો હતો. પરંતુ સુરતમાં નોટબંધી દરમિયાન બહાર આવેલા ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાના કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ સહિત સુરતમાં કરોડો રૂપિયાના ક્રિપ્ટો કરન્સી કૌભાંડ બાબતે સુરત આયકર વિભાગ ભેદી મૌન સેવી રહ્યું છે.

એક તરફ આયકર વિભાગના ઈન્વેસ્ટીગેશન વિભાગના ડીજીએ ગઈકાલે જણાવ્યું હતું કે સર્ચ સર્વે દરમિયાન ખોટું સ્ટેટમેન્ટ આપનાર પણ પર પ્રોસિક્યુશન કરવાનો હુંકાર કર્યો હતો. પરંતુ અમદાવાદ ખાતે મહેશ શાહના કરોડો રૂપિયાની બેનામી આવકના મામલે ડી.જી અમિત જૈને વાત કરવાનું ટાળ્યું હતુ.