સુરતઃ લિંબાયતમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ દારૂ બનાવાતું કારખાનું ઝડપી પાડ્યું

સુરતઃ લિંબાયતમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ દારૂ બનાવાતું કારખાનું ઝડપી પાડ્યું

સુરતના લિંબાયત વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ દારૂ બનાવાનું એક કારખાનું ઝડપી પાડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા કેમિકલ અને પાણી ભેળવી ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. અને પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં એક ઘરમાં કેમિકલ અને પાણી ભેળવી ડુપ્લિકેટ દારૂ બનાવાય રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસની આ રેડમાં એક આરોપીની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરોપીના ઘરમાંથી 300 લિટર કેમિકલ, 300 ખાલી બોટલો, સ્ટીકરો અને બોટલના બુચ પણ કબ્જે કર્યા હતા. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે કે, આરોપી કેટલા સમયથી ડુપ્લિકેટ દારૂ બનાવતો હતો અને કેટલી જગ્યાએ આ ડુપ્લીકેટ દારૂ વેચાણ કરતો હતો.