કડીઃ પથ્થરમારો થતાં કર્યો પોલીસે કર્યો લાઠીચાર્જ, છોડ્યા ટિયરગેસના સેલ

કડીઃ પથ્થરમારો થતાં કર્યો પોલીસે કર્યો લાઠીચાર્જ, છોડ્યા ટિયરગેસના સેલ

અમદાવાદ-મહેસાણા હાઈવે પર રેલીનું આયોજન કરવામાં આવી હતી. રેલીને પગલે બ્લોક થઈ ગયો હતો. રેલીમાં ટોળું બેકાબૂ બન્યુ હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેને કાબૂમાં કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રાજપુર પાસે આવેલી હોટલ કલાપી પાસે માલધારી સમાજ એકત્રિત થયો હતો. ત્યારબાદ ત્યાં હાજર આગેવાનોએ સમાજના લોકોને સંબોધ્યા હતા અને માંગ કરી હતી કે રાજુની હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. સાથે જ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી તેવી માંગ સાથે હોટલ કલાપીથી નંદાસણ પોલીસ સ્ટેશન સુધી માલધારી સમાજે રેલી યોજી હતી. રેલી પોલીસ સ્ટેશને પૂરી કરીને પોલીસને આવેદન આપવાનો હતો. દરમિયાન રેલીમાં રહેલા તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં રેલીમાં હાજર રહેલી પોલીસે માલધારીઓ પર લાઠીઓ વરસાવી હતી. પરંતુ બેકાબૂ બનેલા ટોળા પોલીસને ગાંઠતા ન હોવાનું લાગતાં ટીચરગેસના સેલ છોડીને વિખેર્યા હતા.