સયાજીપુરા નાકા પાસે થયેલા સ્કૂટર અને બસના અકસ્માતમાં યુવકનું મોત

સયાજીપુરા નાકા પાસે થયેલા સ્કૂટર અને બસના અકસ્માતમાં યુવકનું મોત

વડોદરા: સયાજીપુરા નાકા પાસે એક સ્કૂટર પર ત્રણ સવારી જઇ રહેલા શખ્સો પૈકી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સ્કૂટર સામેથી આવતી બસના પાછળના ટાયરમાં ઘૂસી ગયું હતું. અકસ્માતમાં સ્કૂટર સવાર એકનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલકને ઇજા પહોંચી હતી. આજવા રોડના સયાજીપુરા ગામમાં રહેતો પ્રહલાદ નારણ વસાવા મંગળવારે સવારે માઇસ્ટ્રો સ્કૂટર લઇ તેના બે મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારે 11 વાગ્યાના સુમારે સયાજીપુરા નાકા પાસે ચાલક પ્રહલાદનો સ્ટિયરિંગ પરનો કાબૂ રહ્યો હતો. સ્કૂટર સ્લીપ ખાઇ સામેથી આવતા બસના પાછળના ટાયરમાં ઘૂસી જતાં સ્કૂટર પર સવાર ભરત સુરવીરસિંહ વસાવા(ઉ.વ. 40, રહે. પટેલ ફળિયુ, સયાજીપુરા)ને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેનું સ્થળ પર મોત થયું હતુ.