વડોદરાઃ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણીયોનો પોલીસે કાઢ્યો જાહેરમાં વરઘોડો

વડોદરાઃ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણીયોનો પોલીસે કાઢ્યો જાહેરમાં વરઘોડો

વડોદરાની મંગળબજારના દુકાનદાર પાસે રૂા. 2 હજારની ખંડણીના ગુનામાં નામચીન અજ્જુ ઉર્ફે કાણિયો જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરી માથુ ઉંચક્યું છે. અગાઉ ખંડણીની ફરિયાદ કરનાર દુકાનદારને મંગળબજારમાં દુકાન ચલાવવા મહિને રૂા. 1 હજારનો હપ્તો અને કેસ પાછળ થયેલા ખર્ચના રૂા. 5 લાખની ખંડણી માગી ધમકી આપતા અજ્જુ સહિત 5 વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે અજ્જુ સહિત ત્રણ આરોપીઓનો તેમના વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. પાણીગેટ અમીન ચેમ્બર્સનો અને હાલ વાસણા રોડ બીનાનગરમાં રહેતો મોહંમદઉવેશ નુરમોહંમદ મેમણ મંગળબજારમાં મોનાલી બેંગલ્સ નામની દુકાન ધરાવે છે. ગત 12 મેના રોજ વાડી ખાટકીવાડનો અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ કાણિયો મહંમદ સિંધી અને તેના સાગરિતોએ મંગળબજારની દુકાન પર જઇ રૂા. 2 હજારની ખંડણી માગતા મારામારીમાં તેના પર ફાયરિંગ થયું હતું. અજ્જુ પર હુમલામાં મોહંમદ ઉવેશ અને તેના બે મિત્રો શેખ અલી તેમજ જુબેર મેમણની ધરપકડ થઇ હતી. સામા પક્ષે અજ્જુ કાણિયો, તેનો ભાઇ ઇકબાલ, આસીફ માંજરો અને ખાલીદ મનસુરીની પણ ધરપકડ થઇ હતી.