વડોદરાઃ નાગરવાડા રેનબસેરા પાસે નજીવા મુદ્દે પથ્થરમારો, પોલીસ ઘટના સ્થળે પહોચી

વડોદરાઃ નાગરવાડા રેનબસેરા પાસે નજીવા મુદ્દે પથ્થરમારો, પોલીસ ઘટના સ્થળે પહોચી

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રેનબસેરા પાસે શનિવારે રાત્રે નજીવા મુદ્દે બોલાચાલી થયા બાદ એકત્ર થઇ ગયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે પોલીસના ઘટના સ્થળપર પહોચતા ટોળું ભાગી છુટયું હતું. ઘટનામાં બે બાળકોને ઇજા પહોંચી હતી. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શનિવારે રાત્રે એક કોમના બે બાળકો નાગરવાડા રેનબસેરા પાસે પસાર થઇ રહ્યા હતા, ત્યારે ત્યાં ફુલ -રેકેટ રમી રહેલા અન્ય કોમના યુવકો પૈકીના એકનું ફૂલ રેકેટ તેમને અડી ગયું હતું, જેથી બોલાચાલી થયા બાદ બાળકો તેમના પરિવાર ને લઇને આવ્યા હતા, જેથી ટોળાં એકત્ર થઇ ગયા હતા.