વડોદરા: ગોડાઉનમાંથી રૂા. 70,000ની સિગારેટની ચોરી

વડોદરા: ગોડાઉનમાંથી રૂા. 70,000ની સિગારેટની ચોરી

વડોદરા: શહેરના ગોરવા શ્રેયનગર સોસાયટીમાં રહેતા પ્રશાંત રમેશ પટેલનું ‌GIDCમાં પટેલ એન્ટરપ્રાઇઝના નામનું ગોડાઉન આવેલું છે. તેમની પાસે સિગારેટ, પાનમસાલાની  ડીલરશિપ છે. ગત શનિવારે રાત્રે ગોડાઉનને બંધ કરીને ગયા બાદ રવિવારે સવારે આવતાં તેઓ ગોડાઉનમાં તપાસ કરતાં સિગારેટનાં બોક્સ ખુલ્લી હાલતમાં હતાં. જેમાંથી મેલબોરો કંપનીની રૂા. 50,000નાં 340 પેકેટ સિગારેટ તેમજ ફોર સ્કવેરનાં રૂા. 20,000નાં 400 પેકેટની ચોરી થઇ ગઇ હતી. રૂા. 70,000ની કિંમતની સિગારેટની ચોરી થઇ જતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.