વડોદરા: કારના કાચ તોડી ચોરી કરતા બે શખ્સ ઝડપાયા, એક ફરાર

વડોદરા: કારના કાચ તોડી ચોરી કરતા બે શખ્સ ઝડપાયા, એક ફરાર

વડોદરા: શહેરના કપુરાઇ અને વાઘોડિયા ચોકડી પાસેની હોટેલની બહાર પાર્ક થયેલી ફોર વ્હીલરના કાચ તોડી ચોરી કરનારા બે તસ્કરને પોલીસે ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પ્રતાપનગર વિસ્તારમાંથી મહંમદસલીમ ઉર્ફે કાજબ એહમદહુસેન શેખ(રહે, કોહિનૂર ફ્લેટ, તાંદલજા) તથા જાવેદ ઉર્ફે ટચરું ગુલામનબી સોલંકી (રહે, સંતોષનગર, તાંદલજા)ને ઝડપી લીધા હતા. બંનેએ તેના સાગરીત અહેમદઅલી ઉર્ફે શાહરુખની સાથે પાંચ માસ પહેલાં જે.પી.રોડની નંદ સોસાયટીના મકાનમાં તથા તાંદલજાના રોયલ બંગલોઝમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સલીમે શાહરુખની સાથે મળી વીસ દિવસ પહેલાં હાઇવે પર વાઘોડિયા ચોકડી પાસેની હોટલ અને કપુરાઇ ચોકડી પાસેની હોટલની બહાર પાર્ક થયેલ કારના કાચ તોડી કિંમતી સામાન ભરેલી બેગ અને પર્સની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે તેમના સાગરીત શાહરુખની શોધખોળ કરી હતી.