દારૂ ભરેલી કાર સાથે વડોદરાના બે શખ્સ ઝડપાયાં

દારૂ ભરેલી કાર સાથે વડોદરાના બે શખ્સ ઝડપાયાં

દાહોદ: ગાંધીનગરના સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દેવગઢ બારિયાતાલુકાના ટોલનાકા ઉપર નાકાબંધી ગોઠવી હતી. બપોરના અઢી વાગ્યાના અરસામાં જીજે-06-સીબી-7774 નંબરની કારને રોકીને તપાસ કરતાં તેમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. દારૂની હેરાફેરી કરી રહેલાં વડોદરાના અકોટા વિસ્તારમાં સ્ટેડિયમ રોડ ખાતે રહેતાં કનુ રાજેન્દ્રકુમાર કોઠારી અને રાજ વિનોદભાઇ કોઠારીને પકડવામાં આવ્યા હતાં. તલાસી દરમિયાન કારમાંથી હાઇરેન્જ દારૂની આઠ અને બિઅરની 69 બોટલો મળી આવી હતી. પોલીસે ત્રણ મોબાઇલ પણ કબજે લીધા હતાં. દારૂ, મોબાઇલ અને કાર મળીને 3.08 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.