ખેતલા આપા ટી સ્ટોલના બે કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી

ખેતલા આપા ટી સ્ટોલના બે કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી

વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તારમાં ભાજપ કાર્યાલય પાસે મેઇનરોડ પર ખેતલા આપા ટી સ્ટોલ મધરાત સુધી ચાલુ રાખી ટ્રાફિક માટે અડચણ ઉભી કરવાના ગુન્હામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. ખેતલા આપા ટી સ્ટોલની બહાર આડેધડ ટુવ્હીલર્સ અને ફોર વ્હીલર્સ પાર્ક કરેલા હોઇ પોલીસે કેસ કર્યો સયાજીગંજના પાયલ કોમ્પ્લેક્સમાં ચાલતો ટી સ્ટોલ ગઇકાલે રાત્રે સવા બાર વાગે ચાલુ હોઇ અને ત્યાં જામતા ટોળા દ્વારા ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ આડેધડ પાર્ક કરાતા હોઇ વાહનચાલકોને અડચણ પડતી હતી. જેથી ગઇરાત્રે સયાજીગંજ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને પોલીસે ખેતલા આપા ટી સ્ટોલ ચલાવતા કમલેશ લાખાભાઇ ધાંધળ રહે.રબારીવાસ ફળિયુ, સાયર,તા.સાયલા,જિ.સુરેન્દ્રનગર હાલ રહે.વિશ્વાસ કોલોની, અલકાપુરી પેટ્રોલપંપ પાછળ અને વિશાલ કરસનભાઇ મકવાણા રહે.કુંભારપરા, મેગામોલ સામે,સુરેન્દ્રનગર હાલ રહે.વિશ્વાસકોલોની,અલકાપુરી સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી.