યુપીના બે શેલ્ટર હોમમાંથી 24 બાળકો ગૂમ થતા હડકંપ

યુપીના બે શેલ્ટર હોમમાંથી 24 બાળકો ગૂમ થતા હડકંપ

ઉત્તરપ્રદેશના વારાણસીના લક્ષ્મી શેલ્ટર હોમ અને મિરઝાપુરના મહાદેવ શેલ્ટર હોમ માંથી 24 બાળકો ગૂમ થતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે.

કેન્દ્ર સરકારે આ મામલામાં 15 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એજન્સી નામની સંસ્થાએ આપેલા રિપોર્ટમાં બાળકો ગૂમ થવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વારાણસીમાં 7 અને મિરઝાપુરમાં 17 બાળકોને નથી દત્તક લેવાયા અને નથી તેઓ શેલ્ટર હોમમાં હાજર નથી.