ટ્રેકટર હડફેટે સાયકલ ચાલકનું મોત

ટ્રેકટર હડફેટે સાયકલ ચાલકનું મોત

હાઈવે નંબર આઠ ઉપર આવેલા રામનગર ગામની કોચા તલાવડી પૂરપાટ ઝડપે જતા એક ટ્રેક્ટરે હડફેટે સાયકલ ચાલક આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. 

 

રામનગર ગામની કોચા તલાવડી પાસે રહેતા કાભઈભાઈ ફતેસિંગભાઈ પરમાર (ઉ. વ. ૫૨)ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી ચઢેલા ટ્રેક્ટર નંબર જીજે-૨૩, એએફ-૮૧૩૪એ ટક્કર મારતાં કાભઈભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતીજેમાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ