દિવાળીપુરામાં રહેતી ૩૦ વર્ષની યુવતીનો ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

દિવાળીપુરામાં રહેતી ૩૦ વર્ષની યુવતીનો ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વડોદરાઃ શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીએ બુધવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે યુવતીના લગ્ન નક્કી થયા હતા અને છોકરા તરફથી ના આવતા તેણે આ પગલુ ભરી લીધુ હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દિવાળપુરામાં આવેલા હાથીભાઇ નગરમાં રહેતા એમ.એસ.યુનિવર્સિટીનાં લેબ ટેકનિશિયન કૃષ્ણકાંત જોષીની પુત્રી જીજ્ઞાશાના લગ્ન ૪ મહિના પહેલા મધ્ય પ્રદેશના ઇંદૌર ખાતે નક્કી થયા હતા. દિવાળી પછી લગ્ન લેવાના હોવાથી ઘરમાં તૈયારીઓ ચાલતી હતી આ દરમિયાન બુધવારે જિજ્ઞાશા અને તેની માતા ઘરમાં એકલા હતા  ત્યારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં જીગ્નાશાના ભાવિ સાસરીયામાંથી ફોન આવ્યો હતો અને આ લગ્ન કેન્સલ કરવાની વાત કરી હતી.