નડિયાદ: શંકાસ્પદ હાલતમાં યુવતીનો મોતનો કૂદકો, મળી વાંધાજનક વસ્તુઓ

નડિયાદ: શંકાસ્પદ હાલતમાં યુવતીનો મોતનો કૂદકો, મળી વાંધાજનક વસ્તુઓ

નડિયાદ: નડિયાદ શહેરના વીકેવી રોડ પર આવેલા લક્ઝુરીયસ ફ્લેટ કર્મવીર સામ્રાજ્યના નવમા માળથી નર્સિંગની વિદ્યાર્થિનીએ ભેદી સંજોગોમાં કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. જોકે, વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે કે તેને નવમે માળથી વ્યસન કરેલી હાલતમાં ફેંકી દેવાઇ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઘટના સ્થળેથી વપરાયેલા કોન્ડોમ, વિયાગ્રાની ગોળીઓ, દારુની બોટલ સહિત વાંધાજનક વસ્તુઓ કબજે કરી હતી. વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને, બળાત્કાર ગુજારીને નવમા માળેથી ફેંકી દેવાઇ હતી કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. બનાવની જાણ કરનાર યુવતીના બોયફ્રેન્ડ જય પંચાલની હાલ પોલીસ કડકાઇથી પૂછપરછ કરી રહી છે.
નડિયાદ શહેરની અલકાપુરી સોસાયટીમાં દિનશા પટેલ નર્સિંગ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી અને મૂળ ગાંધીનગરની કલ્પના પ્રવિણભાઈ રોહિત (ઉ.વ.22) શનિવારની રાત્રે હોસ્ટેલના સંચાલકો પાસે પહોંચી હતી અને પિતાએ ઘરે બોલાવી હોવાનું કહીને નીકળી ગઈ હતી. દરમિયાન રવિવારની મોડી રાત્રે તેણે વીકેવી રોડ પર આવેલા લક્ઝુરીયસ ફ્લેટના નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. આ અંગે જય જયેશભાઈ પંચાલ (રહે.નંદન પાર્ક, કોલેજ રોડ, નહેર પાસે, નડિયાદ)એ પોલીસને જાણ કરી હતી.
જેને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. પટેલ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને કલ્પનાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસે જય પંચાલની ખબર આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં જ અનેક ચોંકાવનારી હકીકત મળી છે. બનાવ અંગે જય પંચાલ ગોળ-ગોળ જવાબો આપતા તે પણ શંકાના ઘેરામાં છે.