ચાલકને છાતીમાં દુખાવો ઉપડતા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો, કાર થાંભલામાં ઘૂસી

ચાલકને છાતીમાં દુખાવો ઉપડતા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો, કાર થાંભલામાં ઘૂસી

વડોદરા: કારેલીબાગના નંદનવન ફ્લેટ રહેતા દિવ્યાંગ શાહ પોતાની સ્કોડા કાર લઈને બુધવારે સવારે બહાર નીકળ્યા હતા. દરમિયાન તેઓને આર્ય કન્યા વિદ્યાલય પાસે અેકાઅેક છાતીમાં દુખાવો ઉપડતાં કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને નજીક આવેલી દીવાલ અને બાજુમાં આવેલ થાંભલા સાથે કાર ભટકાઇ હતી. કાર અથડાવાથી વીજળીનો થાંભલો નમી ગયો હતો. અકસ્માત થતાં કારમાં આવેલી એર બેગ ખૂલી જતાં કાર ચાલકનો બચાવ થયો હતો.