હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાલનપુર કોર્ટે 22 વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરતાં સરકારે હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખી હતી અને ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાઈકોર્ટને કરેલી રિટમાં સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સંજીવ ભટ્ટ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવા માટે તેમની પોલીસ કસ્ટડી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સીઆઈડી ક્રાઈમે ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ સાથે સંજીવ ભટ્ટના રિમાન્ડ માટે અન્ય 18 જેટલા કારણો કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં મુખ્ય કારણ અફીણ સાથે પકડાયેલા આરોપીને માર મારી ધમકી આપવામાં આવી હતી. આરોપી તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, તેમને રિમાન્ડ પર ન સોંપવાનો નીચલી અદાલતનો નિર્ણય અયોગ્ય છે.
નિવૃત્ત આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની સાથે નિવૃત્ત પીઆઈ વ્યાસ સહિત 7ની અટકાયત કરવામાં આવી હતી. તપાસના અંતે પુરાવા મળતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલે ફરી તપાસનો આદેશ કર્યો હતો.