AMUમાં ઝીણા મુદ્દે વિવાદ સામે ઉગ્ર દેખાવો બાદ લાઠીચાર્જ કર્યો

AMUમાં ઝીણા મુદ્દે વિવાદ સામે ઉગ્ર દેખાવો બાદ લાઠીચાર્જ કર્યો

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાનો ફોટો લગાવવા અંગે શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લેતો. દેશભરમાં થઈ રહેલી ટીકા બાદ યુનિવર્સિટીના તંત્રએ સફાઈના બહાને તસવીર વિદ્યાર્થી યુનિયન ભવનથી હટાવી લીધી છે જ્યારે યુનિવર્સિટીના પરિસર નજીક તમામ વિદ્યાર્થીઓ અને હિન્દુવાદી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. પરિસરની બહાર વિદ્યાર્થીઓએ ઝીણાનું પૂતળું બાળ્યું હતું. પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થતાં પોલીસે બેકાબૂ થયેલાં લોકોનાં ટોળાંને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.