ઝંખવાવમાં સુરત જતું 2880 કિલો ગૌમાંસ પકડાયું

ઝંખવાવમાં સુરત જતું 2880 કિલો ગૌમાંસ પકડાયું

કામરેજ તાલુકાના ગલતેશ્વરથી શામપુરા જતા રોડ પર ટીમ્બા ગામની સીમમાં ગૌરક્ષકો અને પોલીસે ગૌવંશ માસનો જથ્થો ભરેલા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. ટેમ્પા ચાલક ભાગી ગયો હતો અને કલીનરની ધરપકડ કરી હતી. ઝંખવાનના વનક્ષેત્રમાં ગૌવંશ કાપી તે માંસ ટેમ્પામાં ભરી સુરત લઈ જવાતું હતું. પોલીસે ટેમ્પા ચાલક, ગૌમાંસ ભરાવનાર ઝંખવાનના બે ભાઈ સહીત 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. બુધવારે વહેલી સવારે ગલતેશ્વર ગામે તાપી નદીના પુર પર ગૌરક્ષકોએ બાતમી આધારે વોચ ગોઠવી હતી. તે સમયે પુરઝડપે આવતા આઈસર ટેમ્પાને ઉભો રાખવા ઈશારો કરતા ચાલકે શામપુરા તરફ ભગાવ્યો હતો. ગૌરક્ષકોએ પીછો કરતા ટેમ્પોચાલક ટીમ્બા ગામે ટેમ્પો મુકી ભાગી ગયો હતો. જ્યારે ટેમ્પામાં બેઠેલો કલીનર ખેરાતી યાકુબ શેખ (ઉ.વ.20, રહે-ભાડયાલી, ભાઠેના, લિંબાયત, સુરત) ને ઝડપી લીધો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટેમ્પાની તલાશી લેતા તેમાંથી 2880 કિલો માંસનો જથ્થો ભરેલો હતો.