સુરતઃ દર્દી સાથે દુષ્કર્મ કેસમાં ડૉ.પ્રફુલ્લ દોશીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયા

સુરતઃ દર્દી સાથે દુષ્કર્મ કેસમાં ડૉ.પ્રફુલ્લ દોશીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયા

નિ:સંતાન મહીલા દર્દી સાથે આઇવીએફ ટ્રીટમેન્ટ દરમિયાન દુષ્કર્મ આચરવાના કેસમાં નાનપુરા સ્થિત મી એન્ડ મમ્મી હોસ્પિટલના આરોપી તબીબ ડૉ.પ્રફુલ્લ દોશીના આજે વધુ બે દિવસના રિમાન્ડ પુરા થતા અઠવા પોલીસે આજે સેકન્ડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ વધુ રિમાન્ડ નહી માંગતા આરોપી ડૉકટરને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો હતો. બળજબરીથી દુષ્કર્મ આચરી ધાક ધમકી આપનાર નાનપુરા સ્થિત મી એન્ડ મમ્મી હોસ્પિટલના આરોપી તબીબ ડૉ.પ્રફુલ્લ દોશીના રિમાન્ડ પુર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડની માંગ કર્યા વિના જ કોર્ટ કસ્ટડી સંભાળી લેવાનો રિપોર્ટ કર્યો હતો. જેથી કોર્ટે આરોપીને લાજપોર જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. કતારગામની પરિણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં પકડાયેલા નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડૉ.પ્રફુલ્લ દોશી ની ધરપકડ બાદ આજે અખિલ ગુજરાત પ્રજાપતિ સંધ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ડૉકટરના વ્યવસાયમં લાંછન લગાડનાર વિરૂધ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.