સોનગઢઃ દોણ ગામે એસટી બસ અડફટે બાઈક સવાર પિતા-પુત્રનું મોત

સોનગઢઃ દોણ ગામે એસટી બસ અડફટે બાઈક સવાર પિતા-પુત્રનું મોત

સોનગઢ તાલુકાના દોણ ગામે એસટી બસના ચાલકે સામેથી આવતી બાઈકને અડફટે લેતા બાઈક ચાલક પિતા અને પાછળ બેઠેલા પુત્રને ગંભીર ઈજા થતાં બંનેના મોત થયા હતા. મેઢા ગામે રહેતા પિતા-પુત્ર સાથે કીકાકૂઈ ગામે સાસરીમાં જતા હતાં. અકસ્માતમાં બાઈક ચાલકનું માથું બસમાં અથડાતા ફાટી ગયું હતું અને બસનું પતરૂં આખું ચિરાઈ ગયું હતું. સોનગઢ તાલુકાના મેઢા ગામે આમલીપાડા ફળિયામાં મકનજી જેઠીયાભાઈ ગામીત (ઉ.વ.42) પત્ની રસીકાબેન અને બે પુત્રો રૂતીક અને જય (ઉ.વ.9) સહિત પરિવાર સાથે રહેતા હતા. રસીકાબેનની માતાની તબિયત સારી ન હોય પિયર કીકાકુઈ ગામે ગયેલા હતા. અને બુધવારે નવસારી દવાખાને બતાવવા માટે લઈ જવાના હતા. 
એસ.ટી. બસ સોનગઢથી ખડી જતી હતી. તે બસના ચાલકે સામેથી આવતા મકનજીભાઈની બાઈકને અડફટે લેતા મકનજીભાઈનું માથું બસમાં અથડાતાં આખું માથું ફાટી જવા સાથે બસનું પતરૂં પણ ચિરાઈ ગયું છે અને મકનજીભાઈનું મગજ રોડ પર પડી ગયું હતું. બાઈક પર પાછળ બેઠેલા જયને પણ માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે 108માં સોનગઢ સરકારી દવાખાને લઈ જતા જય ગામીતનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.