બેંગલુરુ: વરિષ્ઠ મહિલા પત્રકાર ગૌરી લંકેશની ઘરની બહાર કરાઈ હત્યા

બેંગલુરુ: વરિષ્ઠ મહિલા પત્રકાર ગૌરી લંકેશની ઘરની બહાર કરાઈ હત્યા

બેંગ્લુરુમાં વરિષ્ઠ મહિલા પત્રકાર ગૌરી લંકેશની સાંજે 7.30 કલાકે ઘરની બહાર ત્રણ અજાણ્યા શક્શોએ ગોળી
મારી હત્યા કરી છે. અજાણ્યા લોકોએ ગૌરી લંકેશને સાત રાઉન્ડ ગોળી મારી હતી. જેમાંથી ત્રણ ગોળી ગોરીને
વાગતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતુ. ઘટનાના પગલે બેંગ્લુરુ પોલિસ કમિશનર સુનિલ કુમાર તપાસ હાથ
ધરીને હત્યાનું પગેરુ શોધવાનું શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે ગૌરી લંકેશ બેગ્લુરુમાં લંકેશ પત્રિકા-મેગ્ઝિન ચલાવે
છે.તેઓ પોતાના વિવાદાસ્પદ લખાણોના કારણે હમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. જેના કારણે તેમના ઉપર અવાર-નવાર
હુમલાએ થયા છે.
ગૌરી લંકેશ કન્નડ કવિ અને પત્રકાર પી લંકેશની સૌથી નાની દીકરી હતી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક પ્રવૃતિ અને
પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. 55 વર્ષીય મહિલા પત્રકાર ગૌરી લંકેશને હત્યાના મહિના પહેલા જ
જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
બેંગ્લુરુમાં પ્રખ્યાત કન્નડ ટેબ્લોઇડ લંકેશ પત્રિકાના મહિલા સંપાદક સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશની તેમના જ ઘરની
બહાર ત્રણ અજાણ્યા ઈસમોએ સાત રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરાતા પત્રકાર આલમમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ગૌરી લંકેશને 7 ગોળીમાંથી 3 ગોળીઓ વાગતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. 55 વર્ષીય મહિલા પત્રકાર
ગૌરી પોતાના તીખા અને હિન્દુવાદી લખાણોના કારણે વિરોધોની હિટ લિસ્ટમાં ટોપ રહ્યા છે. તેઓએ પોતાના વિવાદાસ્પદ
લખાણોના કારણે અવાર-નવાર ઘમકીઓ પણ મળી ચૂકી હતી.