દિલ્હીના ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર શાળાના પ્યુને બળાત્કાર ગુજાર્યો

દિલ્હીના ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર શાળાના પ્યુને બળાત્કાર ગુજાર્યો

દિલ્હીના શાહદરા સ્થિત ગાંધીનગર વિસ્તારમાં એક ખાનગી શાળાના પરિસરમાં એક પ્યુન દ્વારા પાંચ વર્ષીય બાળકી સાથે બળાત્કાર કર્યો હોવાનો મામલો પ્રકાશ આવ્યો છે. શાહદરાની નાયબ પોલીસ કમિશનર નુપૂર પ્રસાદે જણાવ્યું કે 40 વર્ષીય આરોપી વિકાસની ધરપકડ કરી લેવામાં આવી છે. તે આ શાળામાં પટાવાળાનું કામ કરે છે. પોલીસે બાળકીએ જણાવેલા હુલિયા અને પહેરવેશના આધારે વિકાસની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેની તસવીર બાળકીને દર્શાવવામાં આવી ત્યારે બાળકી તેની ઓળખ કરી શકી હતી. 
આરોપી વિકાસે પૂછતાછ દરમિયાન કહ્યુ તે બાળકીને ઓળખતો પણ નથી. પોલીસે જ્યારે વિકાસની ધરપકડ કરી ત્યારે તેણે શરાબના નશામાં હતો. અને પૂછવા પર તેણે કહ્યું કે તે દરરોજ શરાબ પીવે છે.  
વિકાસે કહ્યુ કે આ ઘટના વિશે તેને કોઇ જાણકારી નથી. જ્યારે પોલીસે તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તેને ઘટના વિશે જાણ થઇ હતી. તેના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાય વર્ષોથી બાળકોને સ્કૂલ છોડવા જાય છે પરંતુ ક્યારેય કોઇએ કોઇ ફરિયાદ કરી નથી.  
પોલીસે જણાવ્યું કે વિકાસ છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં કામ કરી રહ્યો હતો. આ પહેલા તે આ જ સ્કૂલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે તે બાળકીને સવારે લગભગ 11 કલાકે 45 મિનિટે એક ખાલી ક્લાસરૂમમાં લઇ ગયો અને તેની સાથે બળાત્કાર કરીને તેને ગંભીર પરિણામનો સામનો કરવા માટેની ધમકી આપી હતી. 
આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકીએ તેની માતાને દુખાવો થવાની ફરિયાદ કરી અને હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કર્યા બાદ બળાત્કાર થયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ અનુસાર, ઘટના બાદ સદમામાં આવેલી બાળકીને કાઉન્સિલિન્ગ માટે મોકલવામાં આવી છે.