શાળા સંચાલકના ઘરમાંથી ₹4.24 લાખની મતાની ચોરી

શાળા સંચાલકના ઘરમાંથી ₹4.24 લાખની મતાની ચોરી

વડોદરા: દમણ ફરવા ગયેલા હાલોલના શાળા સંચાલકના અકોટા સ્થિત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. દરવાજાનો નકૂચો અને ઇન્ટરલોક તોડી પ્રવેશેલા તસ્કર ઘરમાંથી 5000 અમેરિકન ડોલર અને સોનાના દાગીના સહિત 4.24 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેપી રોડ પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી છે.
અકોટાની એસોસિયેટેડ સોસાયટીમાં રહેતા કલ્પેશ દિનેશભાઈ શાહ હાલોલમાં સરસ્વતી વિદ્યામંદિર નામની શાળા ધરાવે છે . તેમના અમેરિકા ખાતે રહેતાં સાસુ-સસરા ગત 15 મીએ ચાર મહિના માટે વડોદરા આવ્યાં હતાં. શનિવારે તેઓ ઘરને તાળું મારી પત્ની , બાળકો અને સાસુ-સસરા સાથે દમણ ફરવા ગયા હતા. રવિવારે સવારે નજીકની સોસાયટીમાં રહેતા મિત્ર ઘરે આવતાં તેમણે ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. ઘટનાની જાણ થતાં તેઓ પણ વડોદરા પરત આવી ગયા હતા.