ફેસબુક ફ્રેન્ડે યુવાન પરિણિતા પર બળાત્કાર ગુજારી નગ્ન વિડીયો ઉતારી 5 લાખ પડાવ્યા

ફેસબુક ફ્રેન્ડે યુવાન પરિણિતા પર બળાત્કાર ગુજારી નગ્ન વિડીયો ઉતારી 5 લાખ પડાવ્યા

વડોદરાઃ ફેશબુક ફ્રેન્ડ બન્યા બાદ યુવાને પરિણિતાને ઘેનયુક્ત પેંડા ખવડાવી બળાત્કાર ગુજારી તેનો વિડીયો ઉતારી વારંવાર બ્લેકમેલ કરી યુવાને પાંચ લાખ પડાવતા આખરે પરિણિતાએ યુવાન સામે બળાત્કાર, બ્લેકમેઇલ કરવુ તેમજ આઇટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતી પરિણિતાએ રાવપુરા રોડ પરની ઉષાકિરણ બિલ્ડીંગમાં રહેતા મિતેશ ઉમેશ ઠક્કર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે વર્ષ-૨૦૧૪માં  મિતેશ સાથે ફેશબુક પર ઓળખાણ થઇ હતી બાદમાં મિતેશ વોટ્સએપ પર મેસેજ કરતો હતો અને તેણે પરિણિતાના ઘેર અવરજવર પણ શરૂ કરી હતી. થોડા દિવસો બાદ મિતેશે માતા બીમાર છે તેમ કહી તેમજ પેન્ટ બોલનો ભાગીદારીમાં ધધો કરવા માટે ત્રણ લાખ સીત્તેર હજાર લીધા હતાં. નવેમ્બર-૨૦૧૫ના પ્રથમ સપ્તાહમાં બપોરના સમયે પતિ ધંધા માટે બહારગામ તેમજ પુત્ર શાળાએ ગયો હતો ત્યારે મિતેશ ઘેર આવ્યો હતો અને માતાજીનો પ્રસાદ લાવ્યો છુ તેમ કહી મથુરા પેંડાના બોક્સમાંથી પેડો ખવડાવ્યો હતો. થોડા સમયમાં પરિણિતા અર્ધબેભાન થઇ ગયા બાદ ઉંચકીને બેડરૂમમાં લઇ જઇ નગ્ન હાલતનો વિડીયો ઉતારી બળાત્કાર ગુજાર્યો હતો.