એનઆરઆઇની પ્રોપર્ટી પચાવવાના કેસમાં આણંદના નોટરી વહોરાની જામીન અરજી નામંજૂર

એનઆરઆઇની પ્રોપર્ટી પચાવવાના કેસમાં આણંદના નોટરી વહોરાની જામીન અરજી નામંજૂર

એન.આર.આઈ. મહિલા ની પ્રોપર્ટી પચાવી પાડવાના કેસમાં પોલીસે ધરપકડ કરેલા આણંદના સ્ટેમ્પ વેન્ડરની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. 

અમેરિકામાં રહેતા લોપાબેન દવેની હરિભક્તિ એક્સટેંશનમાં આવેલી ઓફિસ પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હતો. આ કેસમાં સ્ટેમ્પ વેન્ડર મહંમદમુખ્તાર નુરમહંમદ વહોરાની ડીસીબી પોલીસે ધરપકડ કરી યોગ્ય તપાસ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. મહંમદમુખ્તાર વહોરાએ જેલમાંથી બહાર આવવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. આ જામીન અરજીની  સુનાવણી દરમિયાન આજે સરકારી વકીલ જ્ઞાનચંદાનીની દલીલોને ધ્યાનમાં રાખી પાંચમા એડીશ્નલ સેશન્સ જજ એ.એ. નાણાંવટીએ જામીન અરજી નામંજૂર કરી છે.