વડોદરા: આજવા રોડ પર એક જ રાતમાં તસ્કરોએ 9 ઘરનાં તાળાં તોડ્યાં

વડોદરા: આજવા રોડ પર એક જ રાતમાં તસ્કરોએ 9 ઘરનાં તાળાં તોડ્યાં

આજવા રોડની 5 સોસાયટીમાં એક જ રાતમાં 9 મકાનના તાળા તોડી તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો. જોકે, આ સંદર્ભે ચોરીની બાપોદ પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. આ ઉપરાંત વીઆઇપી રોડના મકાનમાંથી રૂા. 3.56 લાખની ચોરી થઇ હતી જ્યારે વાઘોડિયા રોડના ઘરમાંથી ચોરીની કોશિશ કરી તસ્કર ફરાર થઇ ગયા હતાં. જીએસએફસી ખાતે રાજ્યના સનદી અધિકારીઓની ત્રિ દિવસીય ચિંતન શિબિરના કારણે શહેર પોલીસ વીઆઇપીઓના બંદોબસ્તમાં વ્યસ્ત બની હતી. રાત્રિ પેટ્રોલિંગમાં પોલીસની અપૂરતી વ્યવસ્થાના પગલે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. આજવા રોડ પર એક જ રાતમાં 9 મકાનના તાળા તોડી હજારોની મતાની ચોરી કરી હતી. જય યોગેશ્વર સોસાયટીમાં જ 4 મકાનના તાળા તોડ્યા હતાં.