નીરવ મોદી અને મેહુલ ચોકરી સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરાયા

નીરવ મોદી અને મેહુલ ચોકરી સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરાયા

13 હજાર કરોડના પીએનબી ફ્રોડ કેસમાં આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકરી સામે બીન જામીનપાત્ર વોરંટ જાહેર કરાયુ છે. એક અધિકારીના જણાવ્યા મુજબ વોરંટ માટે સીબીઆઈએ વિનંતી કરી હતી. તે પહેલાં ભારત સરકારે હોંગકોંગની સરકારને નીરવ મોદીની ધરપકડ કરવા અપીલ કરી હતી. નોંધનીય છે કે, કૌભાંડ બહાર પડે તે પહેલાં જ નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશી છોડીને જતા રહ્યા હતા. રાજ્યસભામાં વીકે સિંહે માહિતી આપી છે કે તેમણે 23 માર્ચે હોંગકોંગની સરકારને નીરવ મોદીને પ્રોવિજનલ અરેસ્ટ કરવાની અરજી કરી હતી. ત્યારપછી તેમણે ઔપચારિક પ્રત્યર્પણની અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ સીબીઆઈમાં કે નોંધાયા પછી તેમના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ બંનેને કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી હતી અને તેનો એક સપ્તાહમાં જવાબ માગવામાં આવ્યો હતો. પરંતુ બંનેએ કોઈ જવાબ આપ્યો નથી. ત્યારપછી 23 ફેબ્રુઆરીએ બંનેના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે.