સંસદ હુમલાના આરોપી આતંકી મસૂદ અઝહરને જીવલેણ બીમારી, દોઢ વર્ષથી પથારીવશ

સંસદ હુમલાના આરોપી આતંકી મસૂદ અઝહરને જીવલેણ બીમારી, દોઢ વર્ષથી પથારીવશ

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરને જીવલેણ બીમારી થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર, મૂસદની તબિયત અત્યંત ખરાબ છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે તેનું પથારી પરથી ઉઠવું મુશ્કેલ થઇ ગયું છે. મસૂદના ભાઇ રૌઉફ અસગર અને અતહર ઇબ્રાહિમ હવે સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે અને ભારત, અફઘાનિસ્તાનમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો છે. 50 વર્ષના મસૂદને કરોડરજ્જુ અને કિડનીમાં તકલીફ છે. મસૂદ રાવલપિંડીની કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહ્યો હતો, પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી તે પથારીવશ છે.