વડોદરા: મહારાણા પ્રતાપની રેલી પર પથ્થર મારો, ટિયરગેસના 10 સેલ છોડ્યા

વડોદરા: મહારાણા પ્રતાપની રેલી પર પથ્થર મારો, ટિયરગેસના 10 સેલ છોડ્યા

શનિવારે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલી રેલી મોડી સાંજે સાધના ટોકિઝ પાસે પહોંચ્યા બાદ કાંકરીચાળો થતાં બે કોમ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો.ટોળાંને વિખેરવા પોલીસે ટીયરગેસના 10થી વધુ સેલ છોડયા હતા.ન્યાયમંદિરમાં થયેલા પથ્થરમારાના પગલે ચાર દરવાજા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. ટોળાંએ 6 ફોર વ્હીલરની તોડફોડ કરી હતી, જયારે એમ.જી.રોડ પર 2 દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસે થોડી વારમાં સ્થિતી પર કાબુ મેળવી લીધો હતો. જો કે બનાવના પગલે માંડવી, યાકુતપુરા અને ચાંપાનેર દરવાજા તથા ફતેપુરા વિસ્તારમાં સ્થિતી તંગ બનતા દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસે આ વિસ્તારોમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી ફુટ પેટ્રોલીંગ શરુ કર્યું હતું.