મુંબઈ: HDFC બેંકના લાપતા વાઇસ પ્રેસિડન્ટનો મૃતદેહ મળ્યો, એકની ધરપકડ

મુંબઈ: HDFC બેંકના લાપતા વાઇસ પ્રેસિડન્ટનો મૃતદેહ મળ્યો, એકની ધરપકડ

HDFC બેંકના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી (39)નો મૃતદેહ કલ્યાણની ખાડી વિસ્તારમાંથી સોમવારે મળ્યું છે. સિદ્ધાર્થ 5 સપ્ટેમ્બરથી ગુમ હતો. આ મામલે સરફરાઝ શેખ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે નવી મુંબઈ પોલીસે એક અને મુંબઈ પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ સરફરાઝે જ સંઘવીની હત્યાનો ખુલાસો કર્યો હતો. મુંબઈ પોલીસે હજુ સુધી મૃતદેહ જપ્ત થયો હોવાની પુષ્ટી કરી નથી. પોલીસે સિદ્ધાર્થના એક સહકર્મચારી પર શંકા છે. માનવામાં આવે છે કે આ સહકર્મચારી સિદ્ધાર્થના પ્રમોશન અને પેકેજને લઈને નારાજ હતો અને શક્ય છે કે સંઘવીની હત્યા પાછળ તેને જ યોજના બનાવી હોય. પોલીસે DNA ટેસ્ટ માટે સંઘવીના માતા-પિતાના બ્લડ સેમ્પલ લીધા છે. જો કે સેન્ટ્રલ રીઝનના એડિશનલ કમિશનર ડૉ. રવીન્દ્ર શિશવેના જણાવ્યા મુજબ સંઘવીના ગુમ થયા અંગે હાલ કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે.