કોલકાતા પોલીસે મોહમ્મદ શમીનો ફોન જપ્ત કર્યો , BCCI પાસે માંગી માહિતી

કોલકાતા પોલીસે મોહમ્મદ શમીનો ફોન જપ્ત કર્યો , BCCI પાસે માંગી માહિતી

કોલકાતા: કોલકત્તા પોલીસે ક્રિકેટર મોહમ્મદ શમીનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. પોલીસે લેટર લખીને બીસીસીઆઈ પાસેથી શમીની માહિતી પણ માગી છે. પોલીસે બીસીસીઆઈને પૂછ્યું છે કે, સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન શમી ક્યાં ક્યાં રોકાયા હતા અને કઈ કઈ જગ્યાએ ગયા હતા? પોલીસે આ કાર્યવાહી શમીની પત્ની હસીન જહાંની ફરિયાદના આધારે કરી છે. શમી પર ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો આરોપ છે. બીસીસીઆઈએ આ મામલામાં શું પગલા ઉઠાવ્યા છે તે હજુ સુધી રહસ્ય જ છે. તેના એક પદાધિકારીએ જણાવ્યું કે અમે પગલાં લઈશું, પરંતુ હાલ નહીં.