હાર્દિક પટેલ સહિત 200 સામે ગુનો નોંધાયો

હાર્દિક પટેલ સહિત 200 સામે ગુનો નોંધાયો

સુરતઃ ચૂંટણીના દિવસે અશ્વીન સાકરસરીયા પર હુમલા કેસમાં ધરપકડ બાદ પાસના ચાર કાર્યકરો જામીન પર મુક્ત થતા તેની ખુશીમાં પાસના આગેવાનોએ કાર્યકરો સાથે મળીને વગર પરમીશને રેલી કાઢતા પોલીસે હાર્દિક પટેલ, ધાર્મિક માલવીયા, અલ્પેશ કથીરીયા તેમજ કોગ્રેસના અશોક જીરાવાલા સામે ગુનો નોંધ્યો છે. સિદ્ધપુર અને લણવાની સભામાં શરત ભંગ બદલ પણ હાર્દિક સામે ફરિયાદ નોંધાઈ છે.