ગોંડલઃ લુણીવાવ ગામ પાસે કારે 7 વર્ષિય બાળકીને અડફેટે લીધી, ઘટના સ્થળે જ મોત

ગોંડલઃ લુણીવાવ ગામ પાસે કારે 7 વર્ષિય બાળકીને અડફેટે લીધી, ઘટના સ્થળે જ મોત

ગોંડલના લુણીવાવ ગામ પાસે એક કાર ચાલકે સાત વર્ષીય બાળાને અડફેટે લીધી હતી. જેના કારણે તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ અકસ્માતમાં બાળકીનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના બેટાવડ ગામની સીમમાં છત્રસિંહ સજુભાની વાડીમાં રહેતા ધારૂભાઇ વાદલાભાઇ બામનીયા ગઇકાલે કોલીથડ રોડ પર જતા હતા, ત્યારે લુણીવાવ ગામ પાસે જીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-2૦ કારના ચાલકે સાત વર્ષની રાધાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતક રાધાના પિતા ધારૂભાઇની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.