ગૌરી લંકેશ હત્યાની જાંચમાં એસઆઈટી ત્રણ સ્કેચ બારે પાડ્યા

ગૌરી લંકેશ હત્યાની જાંચમાં એસઆઈટી ત્રણ સ્કેચ બારે પાડ્યા

તપાસના 38 દિવસ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની પત્રકાર ગૌરી લંકેશના હત્યાની જાંચ પછી શનિવારે ત્રણ સ્કેચ બારે પાડ્યા છે.

એસઆઇટીના પ્રમુખ બી.કે. સિંહ મુજબ આ સ્કેચ બે વ્યક્તિના છે જે સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે ઉભેલા સાક્ષીએ આપેલા તેમના શારીરિક વર્ણનના મદદથી બનાવામાં આવ્યા છે. એસઆઈટીએ 250થી વધુ લોકોને આ મામલે પૂછપરછ કરી હતી.

લોકો એસઆઇટીને આ સ્કેચ વારા વ્યક્તિની, બાઇક ચલાવનારની, બાઇકની માહિતી આપી શકે છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગોપનીય રાખવામાં આવશે. લોકોએ આપેલી માહિતિ દ્વારા જો આરોપી પકડાશે તો તેને સરકાર તરફથી ઇનામ પણ આપવામાં આવશે.

સંપર્ક વિગતો:

એસઆઈટી,

રૂમ નંબર 104, સીઆઈડી ઓફીસ,

બેંગલુરુ

કોલ: 9480800202

ઈમેલ: sit.glankesh@ksp.gov.in

વહાટ્સએપ: 09480800304, 9480801701